ગેસ સિલિન્ડર બુક કરવા ઉપર મળશે 24 કેરેટ સોનુ મફત, જાણો સંપૂર્ણ પ્રોસેસ

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર બધાના ભાવમાં તોતિંગ વધારો થયો છે જેને લઇને સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઇ ગયું છે અને આ સ્થિતિમાં જો કોઈ એવું કહે કે ગેસ સિલિન્ડરની સાથે તમને મળશે મફતમાં 24 કેરેટ સોનુ તો કેવું લાગે?

નવરાત્રિમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસ લિમિટેડ દ્વારા પોતાના ગ્રાહકો માટે એક ઓફર જારી કરી છે જેમાં કંપનીએ પોતાના ટ્વિટર હેન્ડલથી જણાવ્યું છે કે ગ્રાહકો ગેસ સિલીન્ડર નું બુકિંગ કરશે તો તેને દસ હજાર રૂપિયાનું સોનુ જીતવાનો મોકો મળશે અને આ ઓફર સીમિત સમય સુધી જ લાગુ રહેશે.

કોઈપણ વ્યક્તિ ઓનલાઇન પેમેન્ટ સર્વિસ પેટીએમ દ્વારા ગેસ સિલેન્ડર બુકિંગ કરશે તો તેને દસ હજાર રૂપિયા સુધીનું ફ્રી ગોલ્ડ જીતવાની તક મળશે એટલા માટે તમારે સિલિન્ડરનું બુકિંગ Paytm થી કરવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે મિત્રો આ ઓફર છે એ 7 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી જ માન્ય છે મતલબ હવે તમારી પાસે માત્ર બે દિવસ જ બાકી છે આ લાભ લેવા માટે.

નવરાત્રી ગોલ્ડ ઓફર હેઠળ દરરોજ પાંચ Lucky Winner સિલેક્ટ થશે અને તેમને 10001 રૂપિયાનું 24 કેરેટ ગોલ્ડ આપવામાં આવશે.

આ રીતે કરો બુકિંગ?
1. તમારા મોબાઇલમાં પેટીએમ એપ્લિકેશન હોવી જરૂરી છે ના હોય તો ડાઉનલોડ કરીને ઓપન કરો.
2. ગેસ બુકિંગ કરવા માટે સૌપ્રથમ બુક ગેસ સિલિન્ડર ઉપર ક્લિક કરો.
3. હવે તમારો મોબાઈલ નંબર, એલપીજી આઇડી અને કન્ઝ્યુમર નંબર દાખલ કરો.
4. પેમેન્ટ મોડ સિલેક્ટ કરો.
5. પેટીએમમાં postpaid ઓપ્શન આવશે તે પણ તમે સિલેક્ટ કરી શકો.
6. પેમેન્ટ સાથે જ તમારું ગેસ સિલિન્ડર થઈ જશે બૂક.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.