છોટાઉદેપુરમાં 22 મુસાફરો ભરેલી બસ પાણીમાં ડૂબી, અડધી રાત્રે કરાયું રેસ્ક્યુ

મિત્રો છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે અને હજુ પણ છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટાઉદેપુરના નાની બુમડી પાસે મિની લક્ઝરી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી જેમાં 22 પેસેન્જરો ભરેલા હતા.

વડોદરા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરાઇ હતી. રાતે અંધારામાં ડ્રાઇવર સહિત 22 પેસેન્જરોને બસમાંથી સહી-સલામત બહાર કાઢ્યા હતા.

રાત્રે એક વાગ્યે ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી કરી આ તમામ મુસાફરોનો જીવ બચાવ્યા હતા.

છોટાઉદેપુરમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે અને ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે જેમના કારણે લોકોમાં ભય ફેલાયો છે.

રવિવારે ખાબકેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા, હજુ માંડ માંડ પાણી ઓસર્યા છે ત્યાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થવાને કારણે ફરીથી ઘરમાં પાણી ભરાઈ જવાનો લોકોમાં ડર છે.

છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 257 લોકોનું જિલ્લામાં રેસક્યુ કર્યું અને 5000 થી વધારે લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જેમના ઢોર પૂરમાં મૃત્યુ પામ્યા છે તેમને પણ સહાય ચૂકવવામાં આવશે અને જરૂરિયાતવાળા ગામોમાં આરોગ્યની સુવિધા પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ ચેકડેમ ત્રણ મહિનામાં જ તૂટી ગયો છે જેને કારણે નબળી કામગીરી મામલે તપાસના આદેશ આપીશું અને વહેલી તકે ફરીથી ચેકડેમ બનાવવાનો પ્રયાસ કરીશું તેમાં જરૂર પડશે તો કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.