માત્ર 21 વર્ષની દીકરી ચૂંટણી જીતી બની સરપંચ, જુઓ તેમણે શું કહ્યું

મિત્રો ગુજરાતમાં ગત રવિવારે 8686 ગ્રામ પંચાયતોમાં ગામના સરપંચ અને સભ્યોની પસંદગી માટે મતદાન થયું હતું.

મંગળવારના દિવસે સમગ્ર રાજ્યમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.

આ દિવસે એક પછી એક બધા ગામોના પરિણામો આવી રહ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની એક યુવતી સરપંચ બનીને ચૂંટી આવી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમણવા ગામે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે.

કાજલ ઠાકોરે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને આ ચૂંટણીમા 105 મતથી વિજેતા બન્યા છે.

આ સાથે જ કાજલ ઠાકોર કાંકરેજમાં સૌથી નાની વયના સરપંચ બન્યા છે.

સરપંચ તરીકે જીત્યા બાદ હવે તેઓ આગામી પાંચ વર્ષ સુધી ગામના વિકાસની જવાબદારી સંભાળશે.

કાજલે વિજય થવા બદલ ગામના તમામ લોકોનો આભાર માન્યો હતો અને તેમણે જણાવ્યું કે સરકારની જે પણ યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડીશ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.