નાનો છોકરો બન્યો ગામનો સરપંચ, જુઓ તેમણે શું કર્યું

મિત્રો આ વખતે જે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન થયું હતું તેમાં સરપંચ તરીકે નવયુવાનો ચૂંટાયા છે.

ગામનું સુકાન અનેક યુવક યુવતીઓના હાથમાં સોંપ્યું છે.

લોકોએ નવ યુવાનો ઉપર આ વખતે ખૂબ જ ભરોસો બતાવ્યો છે કેમકે નવયુવાન હાથમાં સુકાન આપવામાં આવે તો ગામમાં સો ટકા વિકાસના કામો થાય તેવું લોકો માની રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો એક છોકરો મોટા મોટા ઉમેદવારોને હરાવીને સરપંચ બન્યો છે.

આ યુવાને કહ્યું કે હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે જ મારૂ સરપંચ બનવાનું સપનું હતું. આ યુવાન સરપંચનું નામ જીગર ખરાડી છે.

ગુજરાતમાં આશરે 8686 થી પણ વધુ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને અન્ય પદાધિકારીઓ ની પસંદગી માટે મતદાનનું આયોજન થયું હતું.

જેમાં ઘણા બધા નવયુવાનો સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો આ નવયુવાન જીગર ખરાડી સરપંચ બન્યો છે જેને લઇને લોકો તેને ખૂબ જ અભિનંદન પાઠવી રહ્યા છે.

મેઘરજ તાલુકાના છીટાદરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી નાની ઉંમરના 21 વર્ષીય જીગર ભાઈ નારણભાઈ ખરાડી 673 મત મેળવીને વિજય હાંસલ કર્યો હતો.

આ યુવાન સરપંચે બધા યુવાનોની અંદર પણ મોટો દાખલો બેસાડયો છે કે નાની ઉંમરમાં પણ સરપંચ બની શકાય છે અને ગામના કામો કરીને ગામનો વિકાસ કરી શકાય છે.

આ સરપંચની ચૂંટણીમાં જીગરભાઈ સામે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ગામના લોકોએ આ નવયુવાન ચહેરાઓને મત આપીને સરપંચ તરીકે વિજયી બનાવ્યા.

આ યુવાને જણાવ્યું કે મારી ઉંમર નાની હોવાથી મેં બે વર્ષ સુધી તો રાહ જોઈ અને 21 વર્ષની ઉંમરે મેં ચૂંટણી લડી.

હું ગામડાના વિકાસના કામો અને નવીન યોજનાઓ લાવી આદર્શ ગામ બનાવવાનો પ્રયત્ન કરીશ.

આ ઉપરાંત લોકો એ મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મને જીતાડ્યો અને ગામના તમામ યુવાનોએ મને આ ચૂંટણીમાં સાથ અને સહકાર આપ્યો છે અને મને વિજયી બનાવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.