2022માં કોરોના કરતાં પણ આવશે મોટું સંકટ : ભવિષ્યવાણીથી દુનિયાનું વધ્યું ટેન્શન

મિત્રો બલ્ગેરિયાના ભવિષ્યવેતા ગુરુ બાબા વાંગાએ આજથી 21 વર્ષ પહેલા જ્યારે તેને દુનિયા છોડી ત્યારે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરેલી હતી જે આજે પણ ચર્ચાનો વિષય છે.

તેમણે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી દીધી છે કે જેમાં તેમણે કહ્યું હતું કે ત્યાં સુધીમાં સમાપ્ત થઈ જશે બધું.

એક અહેવાલ પ્રમાણે તેમણે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી પડી છે જેમાં સોવિયેત યુનિયનનું વિઘટન, પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ, થાઈલેન્ડમાં 2004 ની સુનામી અને બરાક ઓબામાના યુએસ પ્રમુખ બનવાની આગાહીનો સમાવેશ થાય છે.

11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયેલા હુમલા વિશે પણ ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાએ વર્ષ 2022 માટે પણ આગાહી કરી છે તેમણે દાવો કર્યો હતો કે નવા વર્ષમાં વિશ્વમાં કુદરતી આપતીઓ આવશે.

ઓસ્ટ્રેલિયા અને એશિયાનાં અન્ય દેશોમાં ભારે પૂર આવશે. આ ઉપરાંત વર્ષ 2022 માં કોરોના કરતાં પણ વધુ ખતરનાક વાયરસ આવશે.

આ ઉપરાંત સાયબેરિયામાં એક નવો વાયરસ મળશે તે હજુ બરફમાં સંગ્રહિત થયો છે જે કોરોના કરતાં પણ વધારે ભયાનક હશે અને સમગ્ર વિશ્વમાં પાણીની સમસ્યા ચિંતાનો વિષય બની જશે.

આ ઉપરાંત તેમણે એવી પણ ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાં પાણીની સમસ્યા વધુ વિકટ બનશે જેને લઈને પાણી માટે લડાઇ થશે અને નદીઓ પ્રદૂષિત થશે.

આ ઉપરાંત આવનારા વર્ષોમાં ભૂકંપ અને સુનામી શક્યતાઓ વધી જશે જેના કારણે સેંકડો લોકોના જીવ જશે.

આ ઉપરાંત ખાસ કરીને ભારતમાં વન નાબૂદી અને ખેતીલાયક જમીનના શોષણને કારણે તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જશે.

બાબાએ એવી પણ એક કલ્પના કરી છે તે સ્વીડનમાં વૈજ્ઞાનિકોની ટીમ એક જીવલેણ વાયરસ શોધી કાઢશે અને આ વાયરસની શોધનું કારણ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લેશિયર્સનું પીગળવું  હશે.

આ ઉપરાંત વર્ષ 2022 વર્ચ્યુઅલ રિયાલિટી નું થશે અને વિશ્વના મોટાભાગના લોકો સ્ક્રીનની સામે વધુને વધુ સમય પસાર કરશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.