ખેડૂતોને વિઘા દીઠ મળશે 20000 રૂપિયા, સરકારે કરી શકે છે જાહેરાત

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટિથી ખેતીમાં થયેલા નુકસાનની સહાય પેટે મોટી જાહેરાત કરી છે અને તેમણે જણાવ્યું છે કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરી દેવામાં આવશે.

અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેતી અને જમીનને ભારે નુકસાન થયું છે. નુકસાનીનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે.

અને જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મોકલવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરશે.

ગુજરાતમાં આવેલ તૌક્તે વાવાઝોડું અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે જેની સહાય પેટે સર્વેની કામગીરી ચાલી રહી છે અને મોટાભાગના સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે.

રાજ્ય સરકારે જામનગર તાલુકાના ધ્રોલ, કાલાવડ, લાલપુર, જોડીયા, જામજોધપુર, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, કોટડા-સાંગાણી જેવા વિસ્તારોમાં સર્વે પૂર્ણ કરી દીધો છે.

જ્યારે કુતિયાણા, પોરબંદર તાલુકો, રાણાવાવ, કેશોદ, વિસાવદર, વંથલી, માંગરોળ, માણાવદરમાં પણ સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે અને અન્ય 7 જિલ્લામાં સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ખેડૂતોને એસડીઆરએફના ધારાધોરણો પ્રમાણે સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે.

આ ધારાધોરણો પ્રમાણે વીઘા દીઠ 6800 રૂપિયા આપવાની જોગવાઈ પણ વિચારને આધીન છે પરંતુ ગુજરાતની સરકાર વીઘા દીઠ 20 હજાર રૂપિયા ચૂકવવાની વિચારણા કરી રહી છે.

ઉપરાંત રાજ્ય સરકાર એ પણ વિચાર કરી રહી છે કે ખેડૂતોને ખાતા દીઠ સહાય આપવામાં આવે અને જો ખાતા દીઠ સહાય આપવામાં આવશે તો ખેડૂતોને ખાતા દીઠ  30 થી લઈને 35 હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે તેઓ એક અંદાજો છે.

રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા પહેલા જ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ સર્વે કર્યો હતો અને હવે જ્યારે સહાય પેકેજ વધારવા માટે ખેડૂતોની માંગ ઉઠી છે ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈ શકે છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.