દિવાળી ભેટ / લોકો માટે મોદી સરકારની બે મોટી યોજના, જાણો શું થશે લાભ?

મિત્રો પૂજ્ય મહાત્મા ગાંધીનો “સ્વચ્છતા ત્યા પ્રભુતા” નો મંત્ર સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બે મોટી યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે.

જેમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અટલ મિશન ફોર રીજુવરેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0 અને સ્વચ્છ ભારત મિશનને મંજૂરી આપવામાં આવી છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં ઘર-ઘર સુધી શુદ્ધ અને ગુણવત્તાસભર પાણી પહોંચાડવા માટેનો છે.

અમૃત 2.0 યોજના માટે 2,77,000 કરોડ અને સ્વચ્છ ભારત મિશન 2.0 યોજના માટે 1,41,600 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત…

  • 2025-26 સુધીમાં દેશના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
  • 2025-26 સુધી ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનું આયોજન છે.
  • દરેક શહેર અને ગામડામાં ટોઇલેટની વ્યવસ્થા કરવામાં આવશે.
  • અમૃત 2.0 મિશનનું મુખ્ય લક્ષ્ય દેશના શહેરોને વોટર સિક્યોર સિટી બનાવવા અને ગંદા નાળાઓનું પાણી સીધું નદીઓમાં ન જાય તે સુનિશ્ચિત કરવાનું છે.
  • અમૃત 2.0 યોજના હેઠળ પસંદ થયેલા ગુજરાતના 31 શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરાશે.
  • “સ્વચ્છ ભારત સુંદર ભારત” ની સંકલ્પના ચરિતાર્થ કરવા સમગ્ર દેશના શહેરોમાં હાથ ધરાશે સ્વચ્છતાના અનેક પ્રોજેક્ટ.
  • સ્વચ્છ ભારત મિશન અર્બનનું લક્ષ્ય દેશના શહેરોને ગાર્બેજ ફ્રી એટલે કે કચરાના ઢગલાઓથી સંપૂર્ણપણે મુક્ત બનાવવાનું છે.
  • દેશના 2.50 લાખ ગામડાઓમાં અને 744 જિલ્લાઓમાં 1 થી 31 ઓક્ટોબર સુધી “ક્લીન ઇન્ડિયા ઝુંબેશ” યોજાશે.

તો મિત્રો આવી રીતે લોકોને પીવાનું શુદ્ધ પાણી અને સુલભ સૌચાલય મળી રહે તે માટે દિવાળી ઉપર આ બે મોટી યોજનાની સરકારે જાહેરાત કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.