ઘોર કળિયુગ માનવતા મરી પડી, અમદાવાદમાં માત્ર બે જ દિવસના બાળકને તરછોડી માતા ફરાર

મિત્રો આપણે જાણીએ છીએ કે થોડા દિવસ પહેલાં જ ગાંધીનગરના પેથાપુરમાં સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળામાં શિવાંશ નામના બાળકને તેનો પિતા મૂકીને ફરાર થઇ ગયો હતો અને ત્યારબાદ પોલીસે પકડી પાડયો હતો અને આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.

આવી જ ઘટના ફરીથી અમદાવાદમાં બની છે જેમાં માત્ર બે દિવસના જ બાળકને ત્યજી ને તેની માતા ફરાર થઈ ગઈ હતી.

આ ઘટના વેજલપુરના શ્રીનંદનગર ના વિભાગ-4 માં બની હતી જેમાં લગ્ન પહેલા જ યુવતી માતા બનતા તે બાળકને મૂકીને ફરાર થઇ ગઇ હતી જોકે વેજલપુર પોલીસે તેની માતાની ધરપકડ કરી લીધી છે અને પોલીસે આઈપીસી કલમ 317 મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલા મિઝોરમની છે અને સોસાયટીના સ્થાનિકોના સહયોગથી પોલીસે તેની માતાને ઓળખી કાઢી અને તેની ધરપકડ કરી આગળની પૂછપરછ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મિત્રો દિવસેને દિવસે આ પ્રકારના કેસો આપણી સામે આવી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ઘોર કળિયુગ આવી ગયો છે. કેમકે હવે દિવસે ને દિવસે માનવતા મરતી દેખાઈ રહી છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.