વરસાદનું ચિત્ર સ્પષ્ટ થયું !! બે સીસ્ટમ સક્રિય : સારા વરસાદની શક્યતા

મિત્રો મધ્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં 3.1 થી લઈને 5.8 કિમીના લેવલે એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છે જેમનો ટ્રફ રાજસ્થાન અને ગુજરાત પરથી પસાર થશે.

જ્યારે બીજો એક ટ્રફ દક્ષીણ ગુજરાતથી કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે જેના કારણે 8 તારીખ સુધી વરસાદી માહોલ સર્જાશે અને ગુજરાતના 75% જીલ્લાનો વરસાદ કવર કરી લેશે.

ચોમાસાની ધરી ઉત્તર રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ટ્રફ રેખા હોય છે જે હાલમાં થોડી પંજાબ તરફ છે.

આગાહીના અમુક દિવસોમાં આ ટ્રફ/ધરી નોર્મલ થઇ જશે અને અમુક દિવસે દક્ષિણ ગુજરાત તરફ આવશે જેને કારણે સારા વરસાદની શક્યતા છે.

ખેડૂતો માટે સારા વરસાદના સમાચાર છે. બંગાળની ખાડી બાજુના અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ આ ટ્રફ ઉપરથી પસાર થશે જેને કારણે સારા વરસાદની શક્યતા છે.

એટલે કે જે સારો એવો વરસાદ છે તે બે તરફથી આવી શકે છે એક બંગાળની ખાડી તરફથી અને અરબી સાગર સમુદ્ર તરફથી.

બે સાયક્લોનિક સરક્યુલેશ સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ભારે વરસાદ થઇ શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.