મહાભારતમાં લડ્યા હતા સવા કરોડ સૈનિકો…જેમાંથી માત્ર 18 જણ જ જીવતા બચ્ચા !! જાણો આ 18 જણ કોણ કોણ હતા??

મિત્રો દુનિયાનો સૌથી મોટો ગ્રંથ એટલે મહાભારત. આજથી 5000 વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ થયું હતું જેમાં કરોડો સૈનિકો માર્યા ગયા હતા.

મહાભારતનું યુદ્ધ અત્યાર સુધીનું સૌથી ભયંકર યુદ્ધ માનવામાં આવે છે.

મહાભારતના યુદ્ધમાં માત્ર 18 દિવસમાં જ એક કરોડ કરતાં વધુ સૈનિકો શહીદ થયા હતા એટલે કે રોજના સાડા છ લાખ સૈનિકો માર્યા ગયા.

મહાભારતના યુદ્ધમાં દેશ-દુનિયાના કુલ 125 કરોડ યોદ્ધાઓ અને સૈનિકો માર્યા ગયા હતા.

કુરુક્ષેત્રના મેદાનમાં ખેલાયેલું આ યુદ્ધ 40 કિલોમીટરની ત્રિજ્યાવાળા મેદાનમાં થયું હતું અને આજે પણ આ યુદ્ધના કેટલાક નિશાન હરિયાણાના કુરૂક્ષેત્રમાં મોજુદ છે.

ભારતના ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના કહેવા પ્રમાણે મહાભારતનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 3102 પર થયુ હતું.

વિષ્ણુ પુરાણ અનુસાર 40 કિલોમીટરની ત્રિજ્યાવાળા આ મેદાનની બન્ને બાજુ શિબીરો બનાવવામાં આવી હતી જેમાં સૈનિકો માટે ભોજન અને ઈજાગ્રસ્તોને સારવારની વ્યવસ્થા હતી. આ ઉપરાંત હાથી, ઘોડા અને રથની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મહાભારતના યુદ્ધમાં કુલ અઢાર અક્ષૌહિણી સેના હતી જેમાંથી ૧૭ અક્ષૌહિણી સેના કૌરવો પાસે અને સાત અક્ષૌહિણી સેના પાંડવો પાસે હતી.

મહાભારત મુજબ 1 અક્ષોહિણી સેનામાં 21870 રથ, 21870 હાથી, 65610 ઘોડેસવારો અને 109350 સૈનિકો હતા.

મહાભારતનું આ 18 દિવસનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે માત્ર 18 લોકો જ બચ્યા હતા. જેમા કૌરવોમાંથી ફક્ત 3 અને પાંડવોમાંથી 15 એમ કુલ 18 યોદ્ધાઓ બચ્યા હતા.

કૌરવોમાથી કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા અને પાંડવોમાંથી પાંચેય પાંડવો, યુયુત્સુ કે જેણે દુર્યોધનનો પક્ષ છોડીને પાંડવો તરફથી યુદ્ધ કર્યું હતું અને બીજા નવ યોદ્ધાઓ આ યુદ્ધમાં બચ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.