લગ્નમાં 150 લોકોને આમંત્રણ આપી શકે છે એવું માનતા હોવ તો તમારૂ ગણિત ખોટું છે, જાણી લો બરાબર નિયમ

જે વ્યક્તિ દ્વારા લગ્નની મંજૂરી મેળવવામાં આવશે તેમણે 150 વ્યક્તિ હાજર રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

જેમાં લગ્ન સ્થળે વર-વધુ, ગોર મહારાજ, મહેમાનો, ઢોલી, રસોઈયા સહિત 150 લોકો હાજર રહી શકશે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ખુલ્લા મેદાનમાં મહત્તમ 150 વ્યક્તિ અને બંધ જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિ) હાજર રહી શકશે.

આ માટે લગ્નનું રજિસ્ટ્રેશન ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર કરવાનું રહેશે.

કોઈપણ લગ્નનું આયોજન કરનાર આયોજક એવું વિચારશે કે 150 વ્યક્તિની મંજૂરીમાં વર-વધુ કે યજમાન અને ગોર મહારાજ સિવાયના મહેમાનોને આમંત્રણ આપી શકાશે તો આવું કરવાથી તે દંડાશે.

શરૂઆતમાં સરકાર દ્વારા 400 લોકોને આમંત્રણ આપી શકાય તેવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી.

પરંતુ તેમાં ફેરફાર કરીને 150 વ્યક્તિની મર્યાદા નક્કી કરવામાં આવી છે ત્યારે સો લોકોને આમંત્રણ આપી ચૂકેલા યજમાનો વેવાઈઓ મૂંઝાયા છે અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.

સૌપ્રથમ કેટરિંગ મંડપ ડેકોરેશન બધાના ઓર્ડર કેન્સલ કર્યા અને હજુ એ ટેન્શન પૂરું ના થયું ત્યાં 150 માણસની મંજૂરી મળવાના સમાચાર મળ્યા.

તેથી હવે સહપરિવાર ને બદલે હવે માત્ર બે જ વ્યક્તિ નક્કી કર્યા છે.

આ ઉપરાંત સગા સંબંધીઓના પણ લિસ્ટમાંથી નામ કાઢવા પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.

તો મિત્રો આવી રીતે હાલમાં સરકારી ગાઇડલાઇન પ્રમાણે કુલ 150 વ્યક્તિઓ જ લગ્નમાં હાજર રહી શકશે.

જો આના કરતાં વધારે લોકો એકઠા થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.