13 વર્ષના દીકરાએ આપઘાત કર્યો અને અંતિમ પત્રમાં જે લખ્યું છે તે વાંચીને તમારી આંખમાં આંસુ નહીં સમાય!

સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં સુરતના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ગામમાં એક પરિવાર ખુશીથી રહેતો હતો.

આ પરિવારમાં પતિ-પત્ની અને  તેર વર્ષનો તેમનો દીકરો હતો. આજથી બે વર્ષ પહેલાં 13 વર્ષના દીકરા પાર્થની માતાએ તેના પિતાને છૂટાછેડા આપી દીધા હતા.

અને ત્યારબાદ એક બાવા સાથે સાધ્વી જીવન જીવવા માટે ચાલી ગઈ અને આ માતાએ તેના 13 વર્ષના દીકરાને તેના પિતા પાસે મૂક્યો હતો અને બાવા સાથે ભાગી ગઇ હતી.

પછીથી તેના પિતા જ આ બાળકની સાર સંભાળ રાખતા હતા અને ભણાવી ગણાવીને મોટો કરી રહ્યા હતા.

આ દરમિયાન બાળક પાર્થ અવારનવાર તેની માતાને યાદ કરતો હતો જ્યારે તે સુતો હોય ત્યારે અચાનક જ ઉંઘમાંથી ઊભો થઈ જાય અને બોલી ઉઠતો કે મને માતાની ખૂબ જ યાદ આવે છે, મારે માતાને મળવું છે પરંતુ તેના પિતાને તેની બાળકની માતા હાલ કઈ જગ્યાએ છે, કઈ હાલતમાં છે તેવી કોઈપણ પ્રકારની જાણકારી ન હોવાને કારણે તે બાળકને તેની માતા સાથે
મળાવી શકતો ન હતો.

પરંતુ પાર્થની માતા સાથે રહેલો બાવો આ બાળકને અવારનવાર પત્ર લખીને હેરાન નથી કરતો હતો અને પત્ર લખીને ધમકી આપતો હતો કે જો તારી મમ્મીને મળવું હોય તો તારા પિતાને કહે કે મને કાંઈ હેરાન ન કરે તો હું તને તારી મમ્મી સાથે મુલાકાત કરાવીશ.

નાના બાળકના મગજમાં આ પ્રકારના શબ્દો ઘુસી જતાં તે ખૂબ જ ચિંતિત થઈ જતો હતો.

બાળકના મનમાં તેની માતાને મળવા માટે ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી પરંતુ પરિસ્થિતિને કારણે મળી શકતો ન હતો.

એક દિવસ તેણે પત્રમાં લખ્યું હતું કે પપ્પા મારે મરવું તો નથી પણ મારે શું કરવું?  હું મમ્મીને મળી શકતો નથી.

બાવાએ મને આજે કીધું છે કે તારે તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કહેજે કે મને કંઈ ન કરે.

હું ખૂબ જ મૂંઝાઈ ગયો છું અને પછી મેં ખૂબ જ વિચાર કર્યો અને અંતે હું આત્મહત્યા કરું છું.

બાળકના શબ્દ સાંભળતાની સાથે જ સૌ કોઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણકે માત્ર 13 વર્ષની ઉંમરના બાળકોમાં આ પ્રકારના શબ્દો ક્યાંથી આવ્યા છે અને તે કેટલું દુઃખ માં હશે કે તેણે આ પ્રકારનું પગલું ભર્યું હતું.

આ બનાવ બનતા જ લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ બાળકની વાતોને લઈને તપાસ કરી રહી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે બાવાનું નામ ઘનશ્યામ બોરડ છે તે બાળકને વારંવાર ધમકી આપતો હતો.

આ ઉપરાંત બાવાએ બાળકની માતા સાથે સાધ્વી જીવન જીવવાની ઇચ્છા દર્શાવી હતી એટલા માટે બાળકની માતાએ તેના પતિને છુટાછેડા આપી દીધા હતા અને ત્યારબાદ બાવા સાથે રહે છે.

હાલ પોલીસે આ બાવાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી બાજુ બાળકના પિતાએ પણ બાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.