પાણીની પાઈપમાંથી નીકળ્યા લાખો રૂપિયા, હકીકત જાણીને થઈ જશો ચકિત

એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા કર્ણાટકના એક જુનિયર એન્જીનીયરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં એસીબીને રૂપિયા 13 લાખની રોકડ મળી આવી.

એસીબી દ્વારા જ્યારે તેના ઘરનો દરવાજો સવારમાં ખટખટાવવામાં આવ્યો ત્યારે ઘરમાં રહેલ આ વ્યક્તિએ દસ મિનિટ બાદ દરવાજો ખોલ્યો એટલે એસીબીને શંકા ગઈ કે જુનિયર એન્જીનીયરે ક્યાંક રૂપિયા છુપાવ્યા છે.

એસીબીની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે આ રૂપિયા પાણીની પાઈપમાંથી મળ્યા એટલે કે ડ્રેનેજ પાઇપમાં સંતાડેલા હતા.

આ સરકારી અધિકારીનું નામ શાંતા ગૌડા છે જે PWDમાં જુનિયર એન્જિનિયર છે.

એસીબી દ્વારા કલબુર્ગીમાં આવેલા તેના ઘરે દરોડો પાડી રોકડ સહિતની બેનામી સંપત્તિ જપ્ત કરી છે.

એસીબીની ટીમને બહારથી જાણકારી મળી હતી કે પ્લાસ્ટિકની પાઇપ લાઇનમાં પૈસા ચૂપાવવામાં આવ્યા છે.

ACB Team દ્વારા ડ્રેનેજની પાઇપ કાપી તો તેમાં પાણીને બદલે 500-500 ની નોટોના બંડલો નીકળવા લાગ્યા. એટલી બધી નોટો નીકળી કે એક પછી એક બાલટીઓ ભરાવા લાગી.

રૂપિયાનો ઢગલો થઈ ગયો પરંતુ પાઇપલાઇન ખાલી થઈ નહીં ત્યારબાદ પાઇપમાંથી રૂપિયા કાઢવા માટે એસીબીની ટીમને પ્લમ્બરની મદદ લેવી પડી હતી.

પ્લમ્બર અને એસીબીના કર્મચારીઓ પાઈપને કાપવા લાગ્યા અને જોતજોતામાં જ 13 લાખ રૂપિયાનો ઢગલો થઈ ગયો અને સાથે સાથે ઘરેણાનો પણ વરસાદ થયો.

મિત્રો આપણે જાણીએ છીએ કે અનુરાગ કશ્યપની એક ફિલ્મ જેનું નામ છે ચોકડ તેની યાદ તાજી કરાવી આ ઘટનાએ.

આ ફિલ્મમાં એક કાળાબજારિયો નેતા બેનામી રૂપિયાને પાણીની ટાંકીમાં સંતાડતો હતો.

મહત્વનું છે કે આવકથી વધુ સંપત્તિના કેસમાં એસીબીએ કર્ણાટકમાં ઘણી જગ્યાએ દરોડા પાડયા છે.

કુલ એક દિવસમાં 15 જેટલા અધિકારીઓના લગભગ 60 જેટલા સ્થળો પર દરોડા પડયા હતા જેમાં મોટી માત્રામાં સોનુ, રોકડ રકમ અને બેનામી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.