મૃત્યુ બાદ 13મું અને તે બ્રાહ્મણોને જ કેમ જમાડવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય

મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી 13મું કરવામાં આવે છે અને સાથે જ તેમણે બ્રાહ્મણોને જમાડવામાં આવે છે તો શું છે તેની પાછળનું ખાસ કારણ? ચાલો જાણીએ…

કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય પછી તેની પાછળ જે વિધિ કરવામાં આવે છે તે ખૂબ જ મહત્વની હોય છે.

જો તે વિધિ કરવામાં ના આવે તો આત્મા ભટકતી રહે છે એવું માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ આત્મા બીજા લોકમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેને લઈને પણ વાત કરવામાં આવી છે.

ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ મૃતકની આત્મા 13 દિવસ સુધી પોતાના ઘરમાં જ રહે છે કેમ કે મોત બાદ 13 દિવસ સુધી આત્મામાં એટલી શક્તિ નથી હોતી કે તે યમલોક જઈ શકે.

આત્માને તાકાત આપવા માટે દસ દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે જેથી આત્માને તાકાત મળે છે અને તે યમલોક સુધી જઈ શકે છે.

10 દિવસ બાદ ત્રણ દિવસ આત્મા બેહદ સૂક્ષ્મ શરીર બનાવે છે અને તે યમલોકની યાત્રા પર નીકળે છે એટલા માટે જ મૃત્યુ બાદ તેરમુ કરવામાં આવે છે.

જો પિંડદાન ન કરવામાં આવે તો યમદૂત આત્માને યમલોક લઈ જાય ત્યારે આત્માની યાત્રા ખુબ જ કષ્ટકારી બને છે એટલે આ પ્રવાસને આસાન બનાવવા માટે ઘણા પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે જેમાં આત્માની શાંતિ માટે બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે છે.

તેર દિવસ સુધી આત્મા ઘરે રહે છે માટે 13 બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે છે.

મૃતકને સન્માન આપવા માટે 13 દિવસ સુધી મૃતક માટે પણ થાળી પીરસવામાં આવે છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.