ખેડૂતો માટે આનંદના સમાચાર : 12 આની ચોમાસુ રહેશે, વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વરસાદનો વરતારો

મિત્રો જૂનાગઢ કૃષિ પ્રાચીન વર્ષાવિજ્ઞાનનો 28 મો સેમિનાર યોજાયો હતો જેમાં જુદીજુદી રીતે પ્રાચીન પદ્ધતિઓ દ્વારા વરસાદની આગાહી કરતા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારું ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી હતી.

બધા લોકોએ જે આગાહી કરી છે તે પ્રમાણે ચોમાસું બાર આની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત ઘણા આગાહીકારોએ વાવાઝોડા અને તીડના આક્રમણની પણ શક્યતા વ્યક્ત કરી છે અને એકંદરે ચોમાસુ સારું રહેશે જેને ધ્યાનમાં લેતાં શિયાળુ પાક ખૂબ જ સારો રહેવાની શક્યતા છે.

ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી વરસાદની આગાહી હંમેશા લોકોના મન મોહી લેવાનું કામ કરે છે.

હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવે છે ત્યારે તેના ઉપર ભણેલા લોકોની નજર વધારે હોય છે પરંતુ જ્યારે ભારતમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન એક લોકભોગ્ય વિજ્ઞાન છે અને તેના ઉપર ખેડૂતોની નજર હોય છે.

ભીમભાઈ ઓડેદરા કે જે પશુ પક્ષીની બોલી, ફળઝાડ અને ફૂલ ઉપરથી વરસાદની આગાહી કરે છે તેમણે જણાવ્યું કે આ ચોમાસુ મધ્યમ રહેશે.

આગામી તારીખ 8 થી વરસાદી માહોલ જોવા મળશે અને વરસાદ ખૂબ જ સારા પ્રમાણમાં વરશે તેવી શક્યતા છે.

આ ઉપરાંત બીજી સિસ્ટમ તારીખ 7 જુલાઈ પછી સારો વરસાદ લાવશે અને શરૂઆતમાં ચોમાસું સારું પણ પાછલા દિવસોમાં વરસાદ ઓછો પડે તેવી શક્યતા છે.

પ્રાચીન માન્યતાઓ, ખગોળીય સ્થિતિ, વાદળો, પવનની દિશા વગેરેને ધ્યાનમાં લઈને ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે.

રમણીકભાઈ વામજાએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસાના પ્રારંભે ત્રણ તબક્કામાં વાવણી થશે, પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને આ વર્ષે જામનગર જિલ્લામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધારે પડશે.

પ્રાચીન વર્ષાવિજ્ઞાનના આગાહીકારોના મત અનુસાર આ વર્ષે ચોમાસુ મધ્યમ અને વર્ષ બારાની રહેશે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન લોકો માટે ઉત્સુકતા જગાડનાર અને આયોજનમાં મદદગાર હોવાનું માનવામાં આવે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.