કોરોનાએ ઉથલો મારતા ફરી 11 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, 24 કલાકમાં 40000થી વધુ કેસ

મિત્રો ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી હતી અને ઘણા આ પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.

કોરોના સામે લડવા માટે ભારત સરકારે રસી ફરજિયાત કરી છે અને એક કરોડ કરતાં વધારે લોકોએ રસી લઈ લીધી છે જેથી ભારતમાં હવે કોરોનાના કેસો ઘટી રહ્યા છે.

આજે આપણે વાત કરીશું રશિયાની કે જ્યાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે અને ધીરે-ધીરે કેસો વધવા લાગ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રશિયામાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે જેમાંથી 1,159 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આવી રીતે રશિયામાં ફરી એકવાર કોરોના તબાહી મચાવી રહ્યો છે, કોરોના પર નિયંત્રણ લાવવા માટે Putin સરકારે 11 દિવસનું સંપૂર્ણ Lockdown લગાવવાનું નક્કી કર્યું છે.

રશિયામાં સ્કૂલ-કોલેજ, રેસ્ટોરન્ટ, મોલ, બજારો વગેરે બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ બધું 11 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે.

આ સમય દરમિયાન માત્ર રેસ્ટોરન્ટ અને હોટલ ડીલેવરી ઓર્ડર માટે ખુલ્લી રહેશે.

રશિયન સરકારે માત્ર દવાની દુકાનો અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની જ મંજૂરી આપે છે.

Vladimir Putin ને કહ્યું કે રશિયાના 85 પ્રદેશોમાં કે જ્યાં પરિસ્થિતિ વધારે વિકટ છે ત્યાં Lockdown 7 નવેમ્બરથી પણ આગળ વધારી શકાય છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમણે રસી નથી લીધી તેઓ ઘરમાં જ રહે તેઓ આદેશ આપવામાં આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.