બધા લોકો કમાઈ શકશે ગમે ત્યારે 500-500 રૂપિયા, માત્ર કરવું પડશે આ 1 કામ : નીતિન ગડકરીની મોટી જાહેરાત

મિત્રો આડેધડ પાર્કીંગ અને રસ્તાઓ પર ગમે ત્યાં ગાડી ઉભી રાખનાર લોકોએ હવે ચેતી જવાની જરૂર છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર એવો કાયદો બનાવી રહી છે જેમાં રસ્તા પર ગાડી ઉભી રાખનારા લોકોને હવે મોટો દંડ ભરવો પડશે.

દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધન કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે રસ્તા પર ખોટી રીતે વાહનો પાર્ક કરવાના વલણને રોકવા માટે સરકાર કાયદો લાવવા પર વિચાર કરી રહી છે.

જો કોઈ વ્યક્તિ ખોટી રીતે રસ્તા ઉપર પાર્ક કરેલા વાહનોની તસવીર મોકલે છે તો તેને 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને આ પ્રકારનો કાયદો ટૂંક સમયમાં આવશે.

આ ઉપરાંત જે વાહન ખોટી રીતે પાર્કિંગ કરશે તેના માલિકને 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આ વાત કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે હું એક કાયદો લાવવા જઈ રહ્યો છું કે રસ્તા ઉપર પાર્ક કરેલા વાહન પર એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તે જ સમયે જે વ્યક્તિએ ખોટા કબ્જેદારની તસવીર લીધી હતી અને તેને મોકલી હતી તેને તેમાંથી 500 રૂપિયા આપવામાં આવશે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી અને ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક કરી નાખે છે.

નીતિન ગડકરીએ પોતાના હળવા અંદાજમાં કહ્યું કે નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડહેન્ડ વાહનો છે.

આજે ચાર લોકોના પરિવાર પાસે છ કાર છે, એવું લાગે છે કે દિલ્હીના લોકો નસીબદાર છે અમે તેમનું વાહન પાર્ક કરવા માટે એક રસ્તો બનાવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.