ઈંડા અને માંસ કરતાં પણ સો ગણી શક્તિશાળી છે આ 8 વસ્તુઓ

મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે મોટાભાગના લોકો ઇંડા અને માંસ, મટન ખાતા થઈ ગયા છે જેમાં ખાસ કરીને અત્યારનો યુવાવર્ગ ઈંડા ઉપર તૂટી પડ્યો છે.

એવું કહેવામાં આવે છે કે ઈંડામાંથી અને માંસમાંથી ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત થાય છે અને શરીરને ખૂબ જ શક્તિશાળી બનાવે છે એટલા માટે આજના યુવાનો ઈંડા અને માસ તરફ વળ્યા છે.

મિત્રો આજે આપણે જાણીશું કે જો તમે શાકાહારી હોવ અને તમે માસ, મટન ઈંડા ના ખાતા હોય તો ઘણી શાકાહારી એવી વસ્તુઓ છે જેમાંથી પ્રોટીન ઈંડા અને માંસ કરતાં પણ વધુ મળે છે એટલે કે તમારે માંસાહારી બનવાની જરૂર નથી.

સોયાબીન :

મિત્રો સોયાબીનમાં અન્ય વનસ્પતિઓ કરતાં સૌથી વધારે પ્રોટીન રહેલું છે જેમાં માંસ અને ઇંડાથી પણ વધારે પ્રોટીન છે.

મિત્રો 100 ગ્રામ સોયાબીનમાં 50 ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉપરાંત સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન ઈ અને ખનિજ પદાર્થો પણ રહેલા છે એટલા માટે જ સોયાબીનને ઇંડા કરતાં પણ વધારે શક્તિશાળી ગણવામાં આવે છે.

મગફળી :

મિત્રો મગફળી એટલે કે માંડવીમાં પ્રોટીન, ફાઇબર અને મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. સંશોધન પ્રમાણે મગફળીથી વજન ઘટાડી શકાય છે.

આ ઉપરાંત મગફળીના બટરમાં પણ પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ મગફળી ખાવાથી 25 ગ્રામ પ્રોટીન મળે છે.

આ ઉપરાંત મગફળીનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. શરીરની ઉપર કરચલીઓ હોય તો તે દૂર થાય છે. હાડકાઓ મજબૂત બને છે.

મગફળીનું સેવન કરવાથી સ્ત્રીઓના ગર્ભમાં વિકસી રહેલા બાળકનો વિકાસ પણ સારો થાય છે.

મગની દાળ :

શાકાહારી લોકો માટે સૌથી મોટો પ્રોટીનનો કોઈ સ્ત્રોત હોય તો તે છે મગની દાળ. મિત્રો મગની દાળમાં પ્રોટીન અને અનેક વિટામિનો ભરપૂર માત્રામાં હોય છે.

મગદાળને ઉકાળ્યા બાદ પણ તેના વિટામિનો જળવાઈ રહે છે જેના પરિણામે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. મગદાળના અડધા કપમાં 7.3 ગ્રામ પ્રોટીન હોય છે જેમાં 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન હોય છે.

આપણે જાણીએ છીએ કે હોસ્પિટલમાં પણ દર્દીઓને મગનું પાણી આપવામાં આવે છે કારણકે મગદાળમાં પ્રોટીન ઉપરાંત ઘણા બધા પોષક તત્વો પણ આવેલા છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

દૂધ :

મિત્રો મોટાભાગના લોકોને દૂધ ભાવતું નથી પરંતુ દૂધને આપણે જાણીએ છીએ કે સમતોલ આહાર તરીકે ગણવામાં આવે છે મતલબ કે દૂધની અંદર બધા પ્રકારના વિટામીન્સ અને તત્વો રહેલા છે જે આપણા શરીરને ઉપયોગી છે.

દૂધ છે એ બધા રોગને અટકાવે છે, આ ઉપરાંત ઈંડામાં રહેલા કેલ્શિયમ કરતાં પણ વધારે કેલ્શિયમ દૂધમાં રહેલું છે. શરીરના દાંત અને હાડકાંને મજબૂત કરવા માટે દૂધનું સેવન ખૂબ જ જરૂરી છે.

બદામ :

મિત્રો આપણે જાણીએ છીએ કે બદામમાં ફાઈબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામીન B1, અન્ય પોષક તત્વો રહેલા છે. લગભગ 100 ગ્રામ બદામમાં 21 ગ્રામ પ્રોટીન મળી આવે છે.

બદામનું સેવન કરવાથી કેન્સર, શરીરની નબળાઈ, કોલેસ્ટ્રોલ ઘટાડવા, પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ વગેરે દૂર થાય છે. આ ઉપરાંત શરીર પરની તમામ કરચલીઓ પણ દૂર થાય છે.

ચણા :

મિત્રો ચણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન આવેલું છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા તત્વો પણ આવેલા હોય છે જે હૃદયની બીમારીમાં અને લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

ચણાનું સેવન કરવાથી પેશાબ સરળતાથી આવે છે અને બળતરા પણ થતી નથી. જો પાણીમાં પલાળેલા ચણાનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં શક્તિ મળે છે.

તમારું શરીર સ્ફૂર્તિવાન અને તાકાતવાન બને છે. ચણામાં લોહતત્વ અને પ્રોટીન આવેલું હોવાથી શરીરને ઊર્જા મળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

પનીર :

મિત્રો પનીરમાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. લગભગ 100 ગ્રામ પનીરમાં 16 થી 20 ગ્રામ જેટલું પ્રોટીન આવેલું છે.

આ ઉપરાંત તેમાં સાથે ફેટ પણ ખૂબ જ હોય છે. સો ગ્રામ પનીર ખાવાથી 400 કેલરી મળે છે.

આ ઉપરાંત કેલ્સિયમ અને વિટામીન એ પણ વધારે મળે છે. પનીરમાં કેલ્શિયમ અને વિટામિન એ હોવાથી હાડકા અને આંખોનાં રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કોળું :

કોળામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન આવેલું હોય છે સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અનેક તત્ત્વો પણ રહેલાં છે જે શરીરને ખૂબ જ ઉપયોગી છે.

કોળું ઉર્જાનો ભંડાર છે અને શરીરને તાકાત મળે છે. કોળું ખાવાથી હાડકા મજબુત થાય છે મગજને શાંતિ મળે છે. આ ઉપરાંત માનસિક રોગો અને ગાંડપણ જેવા રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તો મિત્રો આવી રીતના આ બધી વસ્તુઓ એવી છે જે ઈંડા કરતાં પણ વધારે શક્તિ પૂરી પાડે છે એટલે કે જો તમે વધારે પ્રમાણમાં પ્રોટીન મેળવવા માગતા હોય તો તમારે માંસાહારી થવાની જરૂર નથી.

તમારે ઇંડા અને માંસનું સેવન કરવાની પણ જરૂર નથી જે માહિતીમાં જણાવ્યું છે તે પ્રમાણે તમે આ બધી ચીજોનું સેવન કરશો તો તમને જરૂરી પોષક તત્વો મળી રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.