મફતમાં મળશે સો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ, જાણો ક્યાં અને કેવી રીતે?

મિત્રો મોટાભાગના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને સરેઆમ તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

લોકો હેલમેટ નથી પહેરતા, લાઇસન્સના ધાંધિયા હોય છે, વાહનનું પીયુસી ના હોય વગેરે જેવા બહાના કાઢી ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે.

પછી આવા લોકો પાસેથી કાર્યવાહીના ભાગરૂપે દંડ વસૂલવામાં આવતો હોય છે.

પરંતુ એ લોકોનું શું ? જે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરતા હોય એટલા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

જેમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરનારા લોકો માટે ટ્રાફિક પોલીસ “ટ્રાફિક ચેમ્પ” એવોર્ડથી સન્માનિત કરશે.

આ ઉપરાંત વડોદરા શહેર પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે લોકો નિયમોનું પાલન કરતા હશે તેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

સાથે 100 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ પર ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવશે એટલે કે તે વ્યક્તિ પેટ્રોલ પંપ પર 100 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ મફતમાં મેળવી શકશે.

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારના નવતર પ્રયોગ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો પાળવા તરફ વાળવા બદલ લોકો તેના ભારોભાર વખાણ કરી રહ્યા છે.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં પણ “મેં ટ્રાફિક ચેમ્પ” અભિયાન દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને શોરૂમ અને રેસ્ટોરન્ટની Gift Coupon આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.