આંખો ફાટી ગઈ : ગરીબ મહિલાના ઘરેથી નીકળ્યા 100 કરોડ રૂપિયા! જાણો આટલા રૂપિયા ક્યાંથી આવ્યા?

મિત્રો મજૂરી કામ કરનારી સંજુ દેવીનું નસીબ અચાનક જ બદલાઈ ગયુ અને રાતોરાત 100 કરોડની માલકીન બની ગઈ.

એવું સામે આવ્યું હતું આ મહિલાના પરિવારમાં બે બાળકો છે, તેમના પતિનું મોત 12 વર્ષ પહેલાં થઈ ગયું હતું. મહિલા મજુરી કામ કરી અને ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવી રહી હતી.

બે વર્ષ પહેલાં સંજુ દેવીના ઘરે ઇન્કમટેક્ષના અધિકારીઓ આવ્યા હતા અને તેમણે સંજુ દેવીને જણાવ્યું કે તે સો કરોડની સંપતિની માલિક છે.

બે વર્ષ પહેલા ઇન્કમટેક્સ અધિકારી રાજસ્થાનના સીકર જિલ્લાના નીમના દીપાવાસ ગામમાં રહેતી સંજુ દેવીના ઘરે આવ્યા હતા.

અધિકારીઓએ સંજુ દેવીને જણાવ્યું કે તેમના નામે જયપુર દિલ્હી હાઇવે ઉપર 64 વીઘા જમીન છે જેની કિંમત સો કરોડ રૂપિયા છે.

આ વાત સાંભળતાની સાથે જ સંજુ દેવી અને તેના બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઇન્કમટેક્સ અધિકારીઓએ સંજુ દેવીને પૂછ્યું કે તેમણે આ જમીન ખરીદી હતી? તેના જવાબમાં સંજુ દેવીએ કહ્યું કે તેમને આના વિશે કોઈ માહિતી નથી.

ઇન્કમટેક્સ અધિકારીઓએ સંજુ દેવીને પૂછતા જાણવા મળ્યું કે વર્ષ 2006માં જયપુરના આમેરમાં જઈને અંગૂઠો લગાવ્યો હતો પણ તેમને ખબર ન હતી કે આ અંગૂઠો શેના માટેનો હતો.

સંજુ દેવીના જણાવ્યા પ્રમાણે તેમના પતિના મોતને બાર વર્ષ થઇ ગયા છે અને તે નથી જાણતા કે કઈ સંપત્તિ તેમની પાસે છે? અને કયા છે?

પતિનું મોત થયા પછી દર મહિને તેમના ઘરે 5000 રૂપિયા આવતા હતા જેમાંથી અડધા રૂપિયા ફઈબા રાખી લેતી હતી. ઘણા વર્ષો પછી તે રૂપિયા આવવાના પણ બંધ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે આજ સુધી ખબર પડી નથી કે આ રૂપિયા કોણ મોકલતું હતું.

મિત્રો આ ઘટનાની વાત કરીએ તો ઈન્કમટેક્સ વિભાગએ એક ફરિયાદ મળી હતી કે દિલ્હી હાઇવે ઉપર મોટી સંખ્યામાં દિલ્હી અને મુંબઈના ઉદ્યોગપતિઓ જમીન ખરીદી કરી રહ્યા છે અને આ જમીન આદિવાસીઓના ખોટા નામ પર ખરીદવામાં આવી રહી છે.

નિયમો પ્રમાણે આદિવાસીની જમીન આદિવાસી જ ખરીદી શકે છે એટલા માટે ઉદ્યોગપતિ જમીન ખરીદવા માટે કોઈ આદિવાસીની શોધ કરે છે અને પછી તેમના નામ ઉપર જમીન ખરીદે છે અને પછી તેમને રૂપિયા આપે છે આ પછી તે પોતાના લોકોના નામ ઉપર પાવર ઓફ એટર્ની પર સહી કરાવી લે છે.

આ ફરિયાદ મળ્યા પછી ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી અને જાણવા મળ્યું કે જયપુર દિલ્હી હાઇવે ઉપર સો કરોડથી વધારે કિંમતની 64 વીઘા જમીન રાજસ્થાનના આ નાનકડા ગામમાં રહેતી સંજુ દેવીના નામ પર છે ત્યારબાદ ઈન્કમટેક્સ વિભાગની ટીમ સંજુ દેવીને મળવા માટે ગામડે પહોંચી હતી.

ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જમીનને પોતાના કબજામાં લીધી અને જમીન ઉપર બેનર લગાવી દીધુ જેમાં લખ્યું હતું કે બેનામી સંપત્તિ નિષેધ અધિનિયમ અંતર્ગત આ જમીન બેનામી જાહેર કરવામાં આવે છે અને આ જમીનને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કબજામાં લેવામાં આવી રહી છે.

ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે 5 ગામની 64 વીઘા જમીનની માલિક સંજુ દેવી છે પણ આ જમીન તેમણે ખરીદી નથી જેથી જમીનને ઈન્કમટેક્સ વિભાગે કબજામાં લીધી છે.

સંજુ દેવીએ જણાવ્યું કે તેમના પતિ અને સસરા મુંબઈમાં કામ કરતા હતા. બની શકે છે કે આ દરમિયાન કોઈ ઉદ્યોગપતિના કહેવાથી તેમણે સંજુ દેવીના નામ ઉપર જમીન ખરીદી હોય.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.