1 ડિસેમ્બરથી લાગુ થશે 10 નવા નિયમો અને ફેરફારો, જાણો કેવી પડશે તમારા ખિસ્સા ઉપર અસર

1. ખેડૂતોને મળશે 2000 રૂપિયા:

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયાનો 10 મો હપ્તો ડિસેમ્બર મહિનામાં આપવામાં આવશે. 10 મો હપ્તો 15 ડીસેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

હવેથી આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અન્ય દસ્તાવેજોની સાથે રેશન કાર્ડ આપવું પણ જરૂરી છે.

2. પેન્શનના નિયમોમાં ફેરફાર:

જે લોકો પેન્શન મેળવી રહ્યા છે તેમણે પોતે જીવિત છે તે માટેનું જીવન પ્રમાણપત્ર દર વર્ષે નવેમ્બર મહિનામાં સંસ્થાને આપવાનું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવાનું રહેશે.

3. બેંકના વ્યાજદરમાં ફેરફાર:

જે ગ્રાહકોનું સેવિંગ ખાતું પંજાબ નેશનલ બેન્કમાં છે તેના માટે મહત્વના સમાચાર કે બેંકે બચત ખાતા પર વ્યાજ દર 2.90 ટકાથી ઘટાડીને 2.80 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર નવા અને જૂના બંને ગ્રાહકોને લાગુ થશે.

1 ડિસેમ્બર 2021 થી જે બચત ખાતામાં દસ લાખ રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તેને માટે વાર્ષિક વ્યાજ દર 2.80 ટકા હશે અને જે ખાતામાં બેલેન્સ દસ લાખ રૂપિયા કે તેથી વધુ હશે તેના માટે વાર્ષિક વ્યાજ દર 2.85 ટકા રહેશે.

4. એસબીઆઇના કાર્ડ થશે મોંઘા:

1 ડિસેમ્બરથી SBIના ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવું મોંઘું થઈ જશે.

બેંક દ્વારા હવે 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લેવા જઈ રહી છે. ગ્રાહકોએ EMI ટ્રાન્જેક્શન માટે નવાણું રૂપિયાની પ્રોસેસિંગ ફી અને ટેક્સ ચૂકવવો પડશે.

5. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે:

મિત્રો આપણે જાણીએ છીએ કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે.

ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક રાહત પણ મળે છે. આ સ્થિતિમાં પહેલી ડિસેમ્બરે સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર આવી શકે છે. આ ઉપરાંત સબસીડી મળવાને લઈને પણ મોટું અપડેટ આવી શકે છે.

6. ટીવી જોવી થશે મોંઘી:

1 ડિસેમ્બરથી ટીવી ચેનલોના બીલમાં વધારો થવા જઈ રહ્યો છે.

ટીવી ચેનલો જેવી કે ZEE, STAR, SONY અને Viacom18 વગેરે દ્વારા તેમની Subscription Fee વધારવામાં આવી છે જેથી તેમની ચેનલોને જોવા માટે દર્શકોએ 50 ટકા જેટલો વધુ ખર્ચ કરવો પડશે.

7. બાકસ થશે મોંઘી:

હાલમાં એક બાકસની કિંમત એક રૂપિયો ચાલી રહી છે પરંતુ 1 ડિસેમ્બરથી તેની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે. આ વધારા બાદ બાકસની નવી કિંમત બે રૂપિયા થઈ જશે.

દીવાસળી અને બાકસ બનાવવા માટે જે કાચોમાલ ઉપયોગમાં લેવામાં આવે છે તેના ભાવમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

8. ગ્રામ પંચાયતની ચૂંટણી:

આગામી 19 ડિસેમ્બરે ગુજરાત રાજ્યની 10879 ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે પરંતુ આ વખતે EVM મશીનોનો ઉપયોગ કરવામાં નહીં આવે માત્ર બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત ચૂંટણી માટેનું જાહેરનામું પરત 29 નવેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે.

9. જવાહર નવોદય વિદ્યાલયમાં અરજી:

જે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માંગે છે તો તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2021 છે. આ પરીક્ષા 30 એપ્રિલ 2022ના રોજ લેવામાં આવશે.

નવોદય વિદ્યાલય સમિતિ એન.વીએસ ની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો.

10. રાત્રિ કરફ્યુ અને લગ્નમાં છૂટછાટ:

રાત્રિ કરફ્યુ અને લગ્નને લઈને સરકાર મોટી છૂટ આપી શકે તેમ છે. લગ્નમાં હાલમાં 400 વ્યક્તિ ની મર્યાદા છે જેને વધારીને 700 થી 800 વ્યક્તિને મંજૂરી અપાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઈને પણ મોટી રાહત મળી શકે છે. 1 ડિસેમ્બરથી રાત્રી કર્ફ્યુ જેવા નિયંત્રણો હળવા થઈ શકે છે જેનો નિર્ણય હવે થોડા દિવસની અંદર લેવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.