મજેદાર 10 જોક્સ : હસી હસીને પેટમાં દુખવા લાગે તેવા જોક્સ

જોક્સ 1 :

આ પરણેલા મિત્રોને નમ્ર વિનંતી છે કે ક્યારેય પણ સુર્યાસ્ત પછી તમારી પત્ની સાથે ઝગડવું નહિ કારણકે વિભીષણે કહ્યું છે કે આસુરી શક્તિ સૂર્યાસ્ત પછી બમણી થઇ જાય છે એટલા માટે ખીચડી સાદી હોય કે વઘારેલી ચૂપચાપ જમી લેજો બાપા.

જોક્સ 2 :

ડોક્ટર : શું તમને કોઈ જૂની બીમારી છે જે તમને ધીમે ધીમે ખાઈ રહી છે?
દર્દી : સાહેબ ધીમે બોલો, બહાર જ બેઠી છે.!!

જોક્સ 3 :

અમદાવાદથી બસમાં બેઠેલી એક યુવતીને કંડક્ટરે કહ્યું આ મોબાઈલ તમને ખૂબ જ આગળ લઈ જશે.

યુવતીએ પૂછ્યું કેમ?

ત્યારે કન્ડક્ટરે જવાબ આપ્યો કે તમે ટિકિટ તો વડોદરાની લીધી હતી પણ બસ સુરત વટી ગઈ છે!!

જોક્સ 4 :

જમાઈ તેનાં સાસરે પત્નીને તેડવા માટે ગયો અને જ્યારે તે પાછો આવતો હતો ત્યારે તેની સાસુએ જમાઈને 51 રૂપિયા હાથમાં આપ્યા.

જમાઈ ( રસ્તામાં તેની પત્નીને) : હું 125 રૂપિયાના કિલો સફરજન તારા મમ્મી માટે લાવ્યો અને એમણે મને 51 રૂપિયા જ આપ્યા.

પત્ની : તમે મને તેડવા આવ્યા હતા કે સફરજન વેચવા માટે આવ્યા હતા!!

જોક્સ 5 :

ગર્લફ્રેન્ડે પીઝા ખાતા ખાતા તેના બોયફ્રેન્ડને રોમેન્ટિક અંદાજમાં કહ્યું કે કંઈક એવું કહો કે જેનાથી મારા દિલના ધબકારા વધી જાય.
ત્યારે તેના બોયફ્રેન્ડે કહ્યું તારા સમ મારા ખિસ્સામાં હાલમાં એક રૂપિયો પણ નથી!!

જોક્સ 6 :

જમાઈ : તમારી છોકરીનો ખૂબ જ ત્રાસ છે, બહુ નખરા કરે છે અને કારણ વગર ઝગડ્યા કરે છે.

ત્યારે તેના સસરાએ સહાનુભૂતિ સાથે કહ્યું : જમાઈરાજ, તમારી પાસે જે કટપીસ છે તેનો આંખો તાકો મારી પાસે છે.

જમાઈ એકદમ ચૂપ થઈ ગયા.

જોક્સ 7 :

ગામડાના એક કાકા પાર્ટીમાં જમવા માટે ગયા અને ડાઇનિંગ ટેબલ ઉપર કચુંબર જોઈને કાકા ઊભા થઈને આવતા રહ્યા.

કાકી : શું થયું કેમ આવતા રહ્યા??

કાકા : હજુ શાક વઘારવાનું બાકી છે.

જોક્સ 8 :

પેટ્રોલ પંપ ઉપર લખેલું હોય છે કે મોબાઈલ વાપરવો નહીં અને પાછું ત્યાં જ લખેલુ હોય છે કે Paytm કરો. આમાં સાલું શું સમજવું!!

જોક્સ 9 :

જેન્તીની પત્ની તેને છોડીને ચાલી ગઈ. જેન્તી : યાર કાંતિ, મારી પત્ની મને મૂકીને જતી રહી.

કાંતિ : તું એનું ધ્યાન જ નહી રાખતો હોય એટલા માટે એ ચાલી ગઈ હશે.

જેન્તીએ કાંતીને એક લાફો મારીને કહ્યું  :સગી બહેનની જેમ રાખતો હતો હું એને…!!!

જોકસ 10 :

એક ગામડામાં વિદેશના ભુરીયા આવ્યા.

દરવાજા ઉપર લીંબુ મરચા લટકતા જોઈને બોલ્યા વોટ ઈસ ધીસ?

રઘો : આ એન્ટીવાઈરસ છે, મેક ઇન ઇન્ડિયા!!