ગુજરાતના આ વિસ્તારમાં આભ ફાટ્યું : 10 ઇંચ વરસાદ ખાબક્યો, ભારેથી અતિભારે વરસાદની આગાહી

મિત્રો ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત અન્ય જિલ્લામાં પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે અને તેની આગાહી પ્રમાણે 24 જૂનથી 3 જુલાઇ સુધી સાંબેલાધાર વરસાદ થશે.

આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

મિત્રો ગઈ કાલે એટલે કે સોમવારે રાજ્યમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 10 ઈંચ ખાબક્યો હતો.

મિત્રો અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો હજુ થોડી રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 27 જૂન બાદ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં 22 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય ઝાપટા પડી શકે છે.

24મી જુને થંડર સ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે આ સાથે ખાનગી સંસ્થાઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં 23 જૂનની બપોર બાદ મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં 27મી જૂને ચોમાસુ બરાબર જામે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.