મહાભારતકાળનાં મુખ્ય 10 શહેરો ઇન્દ્રપ્રસ્થ, પાંચાલ, તક્ષશિલા વગેરે આજે ક્યાં છે? જાણો

મિત્રો દુનિયાનો સૌથી મોટો ગ્રંથ એટલે મહાભારત. મહાભારત વખતના ઘણા બધા શહેરો આજે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સ્થિત છે.

આજના આર્ટિકલમાં આપણે એવા દસ પ્રાચીન શહેર વિશે વાત કરીશું કે જેનો મહાભારતકાળમાં ઉલ્લેખ થયેલો છે અને હાલમાં આ શહેરો કયા નામથી ઓળખાય છે અને કયા આવેલા છે?

1.  ઇન્દ્રપ્રસ્થ::

મહાભારતમાં જ્યારે દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી જમીન આપવાની પણ ના પાડી ત્યારે પાંડવો ઉજ્જડ પ્રદેશ ખાંડવપ્રસ્થમાં ગયા અને ત્યાં ઇન્દ્રપ્રસ્થની રચના કરી પછી પાંડવો ત્યાં જ રહ્યા હતા.

મહાભારતનું ઇન્દ્રપ્રસ્થ હાલમાં ભારતની રાજધાની દિલ્હી છે.

2. હસ્તિનાપુર::

મહાભારતમાં હસ્તિનાપુરનું સ્થાન સવિશેષ છે કેમકે મહાભારતનું યુદ્ધ હસ્તિનાપુર માટે જ થયું હતું.

હસ્તિનાપુર ઉપર કૌરવોએ કબજો મેળવી લીધો હતો. આખી મહાભારત કથા આ હસ્તિનાપુરની આજુબાજુમાં જ ફરે છે. હાલમાં આ સ્થાન મેરઠ નજીક આવેલું છે.

3. તક્ષશિલા::

મહાભારતકાળમાં તક્ષશિલાએ ગાંધાર પ્રદેશની રાજધાની હતી. આજે ગાંધાર કંદહાર તરીકે ઓળખાય છે જે અફઘાનિસ્તાનમાં આવેલ છે.

4. ઉજ્જનીક::

મહાભારતકાળમાં આ સ્થળ પર ગુરુ દ્રોણાચાર્યે કૌરવો અને પાંડવોને શિક્ષણ આપ્યું હતું. હાલમાં આ સ્થળ ઉત્તરાખંડમાં સ્થિત કાશીપુર છે.

5. વારણાવત::

આ એ સ્થળ છે જ્યાં દુર્યોધને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા સળગાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

આજે આ લાક્ષાગૃહ ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્થિત છે.

6. મથુરા::

આપણે સૌ જાણીએ છીએ કે મથુરાનો રાજા મામા કંસ હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ મથુરા શહેરમાં થયો હતો.

આજે પણ ભક્તો તેના જન્મસ્થળના દર્શન કરવા આવે છે અને આ શહેર આજે પણ મથુરા નામથી ઓળખાય છે.

7. અંગ પ્રદેશ::

સુતપુત્ર કર્ણને દુર્યોધને અંગ પ્રદેશનો રાજા ઘોષીત કર્યો હતો તેથી તે અંગરાજ કર્ણના નામથી ઓળખાય છે.

મહાભારત કાળનું આ રાજ્ય હાલમાં બિહારનું ભાગલપુર અથવા ઉત્તર પ્રદેશનું ગોંડા માનવામાં આવે છે.

8. પંચાલ::

પંચાલ એ દ્રોપદીના પિતા રાજા દ્રુપદનું રાજ્ય હતું.  દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યા પર થયો હતો.

હાલમાં આ સ્થાન હિમાલય અને ચંબા નદી વચ્ચેના વિસ્તારોમાં આવેલો છે.

9. વૃંદાવન::

વૃંદાવન કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા કરતા હતા. મહાભારત કાળનું આ વૃંદાવન આજે પણ વૃંદાવનના નામથી જ ઓળખાય છે. હાલમાં વૃંદાવન ઉત્તર પ્રદેશમાં સ્થિત છે.

10. ગાંધાર::

ગાંધાર પ્રદેશના રાજા સુબલની પુત્રી ગાંધારી હતી જેના વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા. ગાંધારી એટલે સો કૌરવોની માતા.

ગાંધારીનો ભાઈ શકુની કૌરવોનો મામા હતો. મહાભારત કાળનું ગાંધાર આજે અફઘાનિસ્તાનમાં આવેલ કંદહારના નામથી ઓળખાય છે.

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.