ખેડૂતો માટે મોટી જાહેરાત : ગુજરાતના ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સહાય

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને એક મહિનો પૂરો થઈ ગયો છે. નવી સરકાર આવ્યા પછી દિવસેને દિવસે નવા નવા ગુજરાતની જનતાના હિત માટે અનેક નિર્ણયો લેવાય રહ્યા છે.

આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ફરીથી એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું છે તેની સહાય પેટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

હાલમાં ગુજરાતના અતિવૃષ્ટિને કારણે અસર પામેલા મુખ્યત્વે ચાર જિલ્લા જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ માટે સહાય જાહેર કરવામાં આવી છે. આ ચારેય જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.

22 તાલુકાના 682 ગામોને આ લાભ મળવાનો છે. આગામી 25 ઓક્ટોબરથી લઈને 20 નવેમ્બર સુધી સહાય માટેની અરજીનો સ્વીકાર કરવામાં આવશે. આ સહાયમાં ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં સતત વરસતા વરસાદને લઈને સર્વેની કામગીરી ચાલી રહી છે એટલે વરસાદને કારણે નુકસાન થયું છે તેના માટે પણ રાજ્ય સરકાર દ્વારા મદદ અને સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત ગોડાઉન બનાવવા માટે 50 હજારની સહાય 1 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે એટલે કે હવે ખેડૂતોને એક લાખ રૂપિયા મળશે.

આ ઉપરાંત ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું છે કે હજુ પણ નુકસાનની સર્વેની કામગીરી ચાલુ છે. જો કોઈ રહી જતું હોય તો તેનો પણ સમાવેશ કરવામાં આવશે.

ખાસ કરીને અમદાવાદ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પંચમહાલ, છોટાઉદેપુર અને ભરૂચમાં સર્વેની કામગીરી ચાલી રહી છે આ સર્વે પૂર્ણ થયા પછી સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.