ધનતેરસના દિવસે કરો આ એક કામ, બેડો થઈ જશે પાર

દિવાળીના તહેવારો ઉપર મોટાભાગના લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના તમામ પ્રયત્નો કરે છે.

આજે આપણે એમાં એક ઉપાય વિશે જાણીશું જે ધનતેરસના દિવસે અચૂક કરવો જોઈએ.

આ ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા જીવન તમારા ઉપર બની રહેશે.

રંગોળી બનાવો::

તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળી બનાવી જોઈએ અને સાથે એક કળશ પાણી ભરીને રંગોળી પાસે રાખો.

એમ માનવામાં આવે છે કે રંગોળી બનાવવાથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ચાંદીનો સાથીયો::

તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ચાંદીનું સ્વસ્તિક લગાવવું જોઈએ કેમકે સ્વસ્તિકને સનાતન ધર્મની ઓળખના રૂપમાં જોવામાં આવે છે.

આ સ્વસ્તિક ઘરમાં પ્રવેશતી દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

માતા લક્ષ્મીના પગલા::

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરના મુખ્ય દરવાજા પર, ઘરની અંદરની બાજુ તેમના પગના નિશાન લગાવવા જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે અને દિવાળીની રાતે ઘરમાં પ્રવેશ કરે છે.

તોરણ::

માતા લક્ષ્મીજીનું સ્વાગત કરવા માટે ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દરવાજા ઉપર ધોરણ લગાવવું જોઈએ. આંબા કે કેળના પાનથી બનાવેલા તોરણ શુભ માનવામાં આવે છે.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.