હોળીના દિવસે એક દીવો અને પતાસાનો આ ઉપાય કરો, તમારી દરેક ઇચ્છાઓ પૂરી થશે

મિત્રો દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને એના પછીના દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે.

આ વર્ષે 17 માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને 18 માર્ચે ધુળેટી ઉજવવામાં આવશે.

લાલ પુસ્તકમાં હોળીને લગતા કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે જેને કરવાથી ખૂબ જ ફાયદો થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી.

હોળીકા દહન સમયે જ્યારે તમે હોળીકાની પ્રદક્ષિણા કરો છો ત્યારે તે સમયે ચોક્કસપણે ચણા, ઘઉં, અળસીને હોળીની આગમાં નાંખો અને પછી પૂજા કરો આવું કરવાથી પૈસા વધે છે.

હોળીની રાત્રે પીપળાના ઝાડની પૂજા કરો અને રાત્રે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો, આવું કરવાથી જીવનની બધી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે અને જીવનમાં ખુશીઓ આવશે.

હોલિકા દહન પછી તેની થોડી રાખ ઘરે લઈ આવો અને જ્યારે પણ કોઈ સારા કાર્ય માટે તમે ઘરની બહાર જાવ છો ત્યારે પુરુષોએ તેને તેના કપાળ પર અને મહિલાઓએ તેમને ગળામાં લગાવવી જોઈએ આવું કરવાથી તમે જે કામ માટે બહાર નીકળશો તેમાં સફળતા મળશે.

હોળીના દિવસે વહેલી સવારે સ્નાન કરી માટીના વાસણમાં દહીં ભરો અને આ વાસણને નદી અથવા તળાવમાં ફેંકી દો આવું કરવાથી ગ્રહ ની ખામી મટી જશે.

જો ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય તો હોલિકા દહનની રાખને લાલ કપડામાં ભરો અને તેને ઘરના એક ખૂણામાં સાત દિવસ માટે રાખો આવું કરવાથી નકારાત્મક શક્તિ સમાપ્ત થશે અને સાત દિવસ પછી આ રાખ ને પાણીમાં પ્રવાહિત કરી દો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.